ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં અજગર અને ઘો વચ્ચે જંગ જામ્યો હતો. અજગરે ઘોને પકડી લેતા લગભગ બે કલાક જેટલા લાંબા સમય સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. આ ઘટના અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા વનખાતાની ટીમ અહીં દોડી આવી હતી અને ઘોને બચાવી લીધી હતી. આ દિલધડક જંગ જોવા મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા.