ખાંભા તાલુકાની શ્રી સાળવા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો અને દેશપ્રેમને પ્રગટ કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં નંદ મહોત્સવ પણ ઉજવાયો હતો, ગ્રામજનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉદાર હાથે આર્થિક અનુદાન પણ આપ્યું હતું. શાળાના આચાર્ય યોગેશભાઈ જેઠવા અને તેમના સ્ટાફ પરિવારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.