ખાંભાના સરાકડીયા ગામ પાસેથી ફોરવ્હીલમાંથી દેશી દારૂ પકડાયો હતો. પોલીસે કુલ ૫૮૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. છતડીયા ગામના રાજદીપભાઈ ગભરૂભાઈ ધાખડા (ઉ.વ.૨૩) ફોરવ્હીલ લઈને પસાર થતા હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ઉપરોક્ત મુદ્દામાલ મળ્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.એચ. મહેતા વધુ તપાસ કરી રહ્યા છે .દાતરડી, વાવડા, વાઘણીયા અને નેસડી ગામેથી એક-એક પ્યાસી પકડાયા હતા.