ખાંભાના મોટા સમઢીયાળા ગામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પત્ની રિસામણે જતાં પતિએ ટોલા મારવાની દવા પીધી હતી. બનાવ અંગે સાર્દુળભાઇ ભીખાભાઇ ચારોલીયા (ઉં.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, હમીરભાઇ ભીખાભાઇ ચારોલીયા (ઉ.વ.૨૫)ના પત્ની છેલ્લા આઠેક મહિનાથી રિસામણે હતા. જેથી મનોમન લાગી આવતા ટોલા મારવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે. જૂનાગઢના માંગરોળના ચંદવાણા ગામના રૂડાભાઈ અરજણભાઈ ઘોસીયા (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી હેતલબેન રાજુલાના કુંભારીયા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તેમણે કુંભારીયા ગામે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.જે. ધાખડા વધુ તપાસ કરી રહ્યા છે.