ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તા યુક્ત કામગીરીના મૂલ્યાંકન માટે નેશનલ લેવલની ટીમ ૧૨ જૂનના રોજ ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે આવી હતી, જ્યાં આ ટીમ દ્વારા આરોગ્યલક્ષી સેવાનું ખૂબ જ બારીકાઈથી મૂલ્યાંકન કરી તેનો અહેવાલ અને ચેક લિસ્ટ ભારત સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં મોટા સમઢીયાળા આરોગ્ય મંદિરને ૯૮.૨૧% રેન્ક મળતા અમરેલી જિલ્લામાં બીજો ક્રમ મેળવ્યો છે જે બદલ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર સહિતનાઓએ મોટા સમઢીયાળાના આરોગ્ય મંદિરના સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.