ખાંભાના બોરાળા ગામ પાસે વેપારીને રોંગસાઇડમાં આવેલો ટુવ્હીલ ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે વિશાલભાઈ કાળુભાઈ વોરા (ઉ.વ.૩૦)એ જીજે-૦૫-એફયુ-૮૦૫૩ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા સાહેદ પ્રવીણભાઈ જીજે-૦૫-એમએલ-૩૦૪૮ નંબરની મોટરસાયકલ લઈ લાખાપાદરથી હનુમાનગાળા દર્શને ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે બોરાળા ગામથી આગળ પંચમુખી હનુમાનદાદાના મંદિર પછી ખડાધાર ગામ તરફથી આવેલ જીજે-૦૫-એફયુ-૮૦૫૩ના ચાલકે રોંગસાઈડમાં આવી તેમને ટક્કર મારી હતી. જેમાં તેમને ઈજા પહોંચી હતી તથા સાહેદ પ્રવીણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ. ગમારા વઘુ તપાસ કરી રહ્યા છે.