ખાંભાના નવા માલકનેશ ગામે યુવતીને મેસજ, ફોટો મોકલતા યુવકને ઠપકો આપતાં સારું નહોતું લાગ્યું અને છરીથી હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે રમેશભાઈ હમીરભાઈ જાદવ (ઉ.વ.૨૭)એ વિજયભાઈ ચોથાભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના કાકાની દીકરીને આરોપી ફોન-મેસેજ કરતો હતો. તેમજ ફોટા મોકલતો હતો. આ અગે તેઓ ઠપકો આવતાં જતાં સારું નહોતું લાગ્યું અને જેમ ફાવે તેમ ગાળો આપી તેની કેડમાં રહેલી છરી વડે એક ઘા માર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.પી. ગાજીપરા વધુ તપાસ કરી રહ્યા છે.