ખાંભા તાલુકાના ત્રણેય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ જ નથી. જેના કારણે લોકો આરોગ્ય સેવાથી વંચિત છે. દર્દીઓને નાછૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. ખાંભાના ડેડાણ ગામની ૧૫ હજારની વસ્તી છે. ત્યારે માત્ર એક જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અને આ આરોગ્ય કેન્દ્ર નીચે ૨૦ ગામો આવે છે. પરંતુ સ્ટાફની ઘટના કારણે અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર મળતી નથી.