ખાંભાના ગીદરડી ગામે બળદ ગાડું મોટર સાયકલ સાથે અથડાતાં પતિએ ઠપકો આપતાં પત્નીને મુંઢ માર માર્યો હતો. તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે રાબીયાબેન ઈકબાલભાઈ અવાદી (ઉ.વ.૩૫)એ જસુભાઇ ઉર્ફે જયસુખભાઇ વાલજીભાઇ કણસાગરા, અફસાનાબેન ઉર્ફે આશાબેન કણસાગરા તથા આરતીબેન જયતાભાઇ કણસાગરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેના ઘરે મહેમાન આવ્યા હતા. જે મહેમાનનું મોટર સાયકલ તેના ઘરની બહાર પડ્‌યું હતું. જયસુખભાઈ કણસાગરા પોતાની બળદ ગાડું લઇને આવતા મહેમાનની મોટર સાયકલ સાથે અથડાવી હતી. જેથી તેના પતિએ ઠપકો આપ્યો હતો. જે વાતનુ મનદુઃખ રાખી તેમણે જેમફાવે તેમ ગાળો આ હતી. ઉપરાંત હાથમાં રહેલ કુહાડોનો એક ઘા ડાબા ગાલ ઉપર મારી લોહી કાઢ્યું હતું. અન્ય આરોપીઓએ લોખંડની પાઇપ વડે ડાબી બાજુ ડોક (ગળા)ના ભાગે મારી ઇજા કરી હતી. તેમજ શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢ માર મારી ત્રણેય આરોપીઓએ તેમને તેમજ સાહેદને જેમ ફાવે-તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી એમ ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.