ખાંભાના ઈંગોરાળા (ભાડ) ગામે રહેતા એક યુવકને રાત્રે બાઇક પર લિફ્‌ટ આપીને છરી બતાવી લૂંટી લેવામાં આવ્યો હતો. ઉપરાંત કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. બનાવ અંગે મૂળ જુનાગઢ જિલ્લાના વિસાવદરના લાલપુર ગામના અને હાલ ઈંગોરાળા (ભાડ) ગામે રહેતા ગોવિંદભાઈ ભીખાભાઈ ટાલીયા (ઉ.વ.૨૩) બે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ત્રણ દિવસ પહેલા તેઓ ચલાલા બસ સ્ટેશન બહાર ઇંગોરાળા (ભાડ) ગામે જવા માટે વાહનની વાટ જોતા હતા તે સમયે બે યુવકો મોટર સાઈકલ લઈને આવ્યા હતા. બન્ને જણાએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા મોટર સાયકલમા બેસાડીને, ઇંગોરાળા (ભાડ) ગામે જવાનુ કહીને મોટર સાયકલમા બેસાડી ખાંભા રોડ થી ગરમલી જવાના રસ્તે છરી બતાવીને તેમના પેન્ટના ખીસ્સામાંથી રૂ.૭૦૦ રોકડા, મોબાઈલ ફોન ઝુટવી લીધો હતો અને કોઇને કહીશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને, લૂંટ કરીને નાસી ગયા હતા. ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એલ.ગળચર વધુ તપાસ કરી રહ્યા છે.