ખંભાળિયા પોરબંદર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં હેવી ટ્રક નીચે બાઈક આવી જતા બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રક નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હેવી ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર લાવવા માટે
ખંભાળિયાની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી.
ભાણવડ પાટીયા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે બાદ સ્થાનિક લોકોના ટોળેટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. આ અકસ્માતમાં હેવી ટ્રક નીચે એ રીતે બાઈક દબાઈ હતી કે જાતા જ કમકમાટી ઉઠી જાય. અકસ્માત બાદનો આ નજારો જાઈને લોકો હચમચી ગયા છે.
દરમિયાન હિંમતનગર શામળાજી હાઈવેની નવીનીકરણ કામગીરી ચાલી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા જ એક કન્ટેનરે રિક્ષાને ટક્કર મારી હતી. કન્ટેનરની ટક્કરે રિક્ષા હાઈવે પર પાણીની લાઈન માટે ઊભા કરવામાં આવેલા સળિયા પર પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ભારે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.