ખંભાળિયા ગામે આવેલા પેટા આરોગ્ય કેન્દ્રમાં લાઇટ બીલ ન ભરતા જીઇબી દ્વારા મીટર ઉતારી લેવામા આવ્યું છે. છેલ્લા ૧૫-૨૦ દિવસથી લાઈટ ન હોવાથી પંખા, ટ્યુબ લાઈટ-પાણીનું કૂલર સહિત બંધ છે. ત્યારે આરોગ્ય કેન્દ્રમાં આજે સગર્ભા મહિલાઓનું સેશન અને ગ્રામજનો માટે વેÂક્સનેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સગર્ભાઓ અને વેક્સિન લેવા આવેલા સિનિયર સિટીઝનોને લાઈટના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગામના ઉપસરપંચે જણાવ્યું હતું કે, અમોએ ગ્રામ પંચાયતના લેટર પર ઉચ્ચ અધિકારોઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈપણ કાર્યવાહી કરાઈ નથી. જા ત્વરીત યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ના છૂટકે આ આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરી ગ્રામજનો ઉપવાસ પર ઉતરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.