આણંદ જીલ્લાના ખંભાતમાં એટીએસએ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ગેરકાયદે દવા બનાવતી ફેક્ટરી પર દરોડા પાડી અંદાજે ૧૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડી ૬ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ખંભાત કોર્ટે આરોપીઓના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આણંદ જીલ્લાના ખંભાતમાં સોખડા જીઆઇડીસી વિસ્તારમાં ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ કંપનીમાં એટીએસના દરોડા પડ્યાં હતા. માહિતી મુજબ કંપની ગેરકાયદે ડ્રગ બનાવતી હોવાની બાતમીના આધારે એટીએસએ દરોડા પાડ્યા હતા.એટીએસએ સતત ૧૮ કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં અલ્પ્રાઝોલમ નામની દવા ઝડપાઈ છે. તેમજ ૧ મહિલા સહિત ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા અંદાજે ૧૦૭ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ મુજબ આરોપી અજય જૈને ડ્રગ્સ કેસમાં ૧૨ વર્ષની સજા ભોગવી ફરીથી ડ્રગ્સ બનાવવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો, એટલું જ નહીં આ માદક પદાર્થો આફ્રિકાથી અમેરિકા સુધી વેચાણ કરવાનું પણ કાવતરૂ રચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓને સાથે રાખી તપાસ કરવી અત્યંત જરૂરી હોઈ પોલીસ કસ્ટડી માટે અદાલતે ૩૦ જાન્યુઆરી બપોરના ત્રણ વાગ્યા સુધી તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉંઘની ગોળી જેવા દેશી નામથી આ ડ્રગ્સ દક્ષિણ આફ્રિકાથી યુરોપિયન દેશો અમેરિકામાં વેચાતી હોય છે. ત્યારે ખંભાતના ગ્રીન લાઈટ કંપનીમાં જરૂરી પરવાનગી વગર આવી ટેબ્લેટ બનાવવામાં આવી રહી હોવાની બાતમીના આધારે તપાસ શરૂ કરતા મોટું રેકેટ ચાલતું હોવાનો છ્‌જીએ પર્દાફાશ કર્યો છે.
છેલ્લા ૬ મહિનાથી ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝ કંપનીની અંદરની કંપનીમાં જગ્યા લીઝ પર લઇ કરોડોનો ડ્રગ્સ ઉત્પાદન અને હેરાફેરી કરવામાં આવતી હતી.એસ.ઓ.જી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નાક નીચે ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમતી હતી.નોંધનીય છે કે, છેલ્લા ૬ માસ અગાઉ શરૂ કરેલ કંપનીમાંથી એટીએસએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ કૌભાંડ ઝડપી પાડતા એસઓજી અને જી.પી.સી. બીનું નાક કપાઈ ગયું છે.
ગ્રીનલાઇફ ઇન્દ્રસ્ટ્રીઝમાં સતત ૧૮ કલાક સુધી છ્‌જીનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. ગત વહેલી સવારથી છ્‌જી દ્વારા સર્ચ શરુ કરાયું હતું. એટીએસની તપાસમાં ખુલાસો થયો છે કે અમદાવાદના ૨ ભાગીદારોએ ફાર્મા કંપની શરૂ કરી હતી. આ ફાર્મા કંપનીમાં ઇન્જેક્શન સહિત દવાઓ બનતી હતી. અલ્પ્રાઝોલમ નામની ઊંઘની દવા ફેક્ટરીમાં બનતી હતી. એટીએસ દ્વારા શંકાસ્પદ કેમિકલના ૨૧ બેરલ જપ્ત કરાયા છે. જેમાં એક મહિલા સહિત પાંચ લોકોને રાઉન્ડ અપ કરાયા છે. દહેજથી એન્જીનિયર બોલાવી ડ્રગ્સ બનાવતું હોવાની શંકાના આધારે એટીએસએ ડ્રગ્સ બનાવતા એન્જીનિયરને પણ દબોચ્યો છે. મોડી રાત્રે કંપનીને સીલ કરી એટીએસ અમદાવાદ પહોંચી છે. સમગ્ર મામલે છ્‌જી તપાસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.