વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે છે. બંને દેશોએ વેપાર સમન્વયને મજબૂત બનાવવા માટે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદીએ આ પ્રસંગે બ્રિટન અને ભારત વચ્ચેના ઐતિહાસિક અને મજબૂત સંબંધો પર ભાર મુક્મૂયો તેમણે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરની હાજરીમાં ક્રિકેટનું ઉદાહરણ આપીને બંને દેશો વચ્ચેના સંબંધોની ઊંડાઈ વિશે વાત કરી.

પીએમ મોદીએ કહ્યું, ‘અમારા બંને માટે, ક્રિકેટ ફક્ત એક રમત નથી, પરંતુ એક જુસ્સો છે. અને તે અમારી ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ પણ છે. ક્યારેક  સ્વિંગ અને મિસ થઈ શકે છે, પરંતુ અમે હંમેશા સીધા બેટથી રમીએ છીએ. અમે એક મજબૂત અને મોટા સ્કોરિંગ ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ.’

બ્રિટન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાના પ્રસંગે, પીએમ મોદીએ સંબંધોને મજબૂત બનાવવામાં રાજકારણ સિવાય રમતગમત જેવી ‘સોફ્ટ પાવર’નો ઉલ્લેખ કર્યો. તેમણે ક્રિકેટને રમત કરતાં વધુ જુસ્સા અને ભાગીદારીનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. તમને જણાવી દઈએ કે બંને દેશોના વડા પ્રધાનોની હાજરીમાં, વાણિજ્ય પ્રધાન- પીયૂષ ગોયલ અને તેમના બ્રિટિશ સમકક્ષ જાનાથન રેનોલ્ડ્‌સે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન મોદીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પીએમ મોદી ઘણીવાર ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે સમાચારમાં રહ્યા છે. જ્યારે અમદાવાદમાં રમાયેલી ૨૦૨૩ વનડે વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે વડા પ્રધાન ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.