દેશ છેલ્લા ઘણા દિવસોથી હવામાનનો સામનો કરી રહ્યો છે. ક્યાંક ભીષણ ગરમી છે, તો ક્યાંક વરસાદ સમસ્યા છે. એક તરફ, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારત છેલ્લા ઘણા દિવસોથી તીવ્ર ગરમીની ઝપેટમાં છે. બીજી તરફ, વરસાદ પછી કર્ણાટક અને તેલંગાણામાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. હવામાન વિભાગે કર્ણાટકમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
વરસાદને કારણે કર્ણાટક અને તેલંગાણામાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. કર્ણાટકમાં હુબલીના કેટલાક ભાગોમાં વરસાદ પછી પાણી ભરાઈ ગયા છે. હુબલીના સંગમ કોલોની અને અરિહંત લેઆઉટમાં પાણી ભરાવાની સ્થિતિ છે. તે જ સમયે, હૈદરાબાદના સંતોષ નગર અને ચંપાપેટ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે.
હવામાન વિભાગે કર્ણાટકમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આઇએમડીએ ૧૭ જૂન સુધી કર્ણાટકના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આને ધ્યાનમાં રાખીને, ધારવાડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર દિવ્યાએ આજે સમગ્ર જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને ઉચ્ચ શાળાઓ, પીયુ અને ડિગ્રી કોલેજામાં એક દિવસની રજા જાહેર કરી છે.
આઇએમડીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડા. નરેશ કુમારે જણાવ્યું હતું કે આ સમયે ઉત્તર પશ્ચિમ ભારતમાં તીવ્ર ગરમી છે. આગામી ૩-૪ દિવસમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું રહેવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી પંજાબ, હરિયાણા અને રાજસ્થાન રેડ એલર્ટ પર રહેશે. દિલ્હી-દ્ગઝ્રઇ બુધવાર અને ગુરુવારે રેડ એલર્ટ પર છે, ત્યારબાદ ૧૩ જૂને ઓરેન્જ એલર્ટ રહેશે. પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે, ૧૩મી રાતથી હળવા વરસાદ અને વાવાઝોડા પછી થોડી રાહત મળી શકે છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસા વિશે પણ સારા સમાચાર છે. લગભગ બે અઠવાડિયાના વિરામ પછી, ચોમાસું ફરી સક્રિય થવાની અને ગુરુવારથી આગળ વધવાની શક્યતા છે.આઇએમડીએ ૧૩-૧૫ જૂન દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ અને ૧૩ અને ૧૪ જૂને કોંકણ અને ગોવામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગ અનુસારે સવારે ૮:૩૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન, જમ્મુ અને કાશ્મીર, પંજાબ, પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળોએ તીવ્ર ગરમી સાથે તીવ્ર ગરમીનું મોજું રહ્યું. ગરમીનું મોજું પણ ફૂંકાયું અને હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમીનો અનુભવ થયો. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં રાત્રે પણ ભારે ગરમીનો અનુભવ થયો. પંજાબ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં ઘણી જગ્યાએ રાત્રે તીવ્ર ગરમી અને ભેજની સ્થિતિ યથાવત રહી.
વિભાગે જણાવ્યું હતું કે, “આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. જાકે, ત્યારબાદ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સીયસનો ઘટાડો થઈ શકે છે.” ભીષણ ગરમી પાવર ગ્રીડ પર દબાણ લાવી રહી છે અને ઉત્તર પ્રદેશ, પંજાબ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં વીજળીની માંગમાં વધારો નોંધાયો છે. સત્તાવાર માહિતી અનુસાર, બુધવારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા ૨૨ સ્થળોએ મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સીયસ કે તેથી વધુ નોંધાયું હતું. માહિતી અનુસાર, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં મહત્તમ તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૬.૫ ડિગ્રી સેલ્સીયસ વધારે હતું, જે દેશમાં સૌથી વધુ હતું. રાજસ્થાનના અન્ય ભાગો જેમ કે ચિત્તોડગઢ (૪૫.૭ ડિગ્રી સેલ્સીયસ), ચુરુ અને ફાલોદી (૪૫.૮ ડિગ્રી સેલ્સીયસ દરેક) અને જયપુર (૪૪.૪ ડિગ્રી સેલ્સીયસ) માં પણ તીવ્ર ગરમી નોંધાઈ હતી.
ઉત્તર પ્રદેશના આગ્રામાં મહત્તમ તાપમાન ૪૫.૪ ડિગ્રી અને ઔરાઈમાં ૪૫.૨ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. હરિયાણાના રોહતકમાં મહત્તમ તાપમાન ૪૬.૨ ડિગ્રી અને હિસારમાં ૪૪.૩ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. તે જ સમયે, પંજાબના અમૃતસર (૪૫.૮ ડિગ્રી સેલ્સીયસ) અને જમ્મુ (૪૪.૪ ડિગ્રી સેલ્સીયસ) માં પણ ઉચ્ચ તાપમાન નોંધાયું હતું. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર જેવા પર્વતીય રાજ્યોના કેટલાક ભાગોમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ઉનામાં ૪૩.૫ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. ૧૨ અને ૧૩ જૂને દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગો માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.