મોટી કુંકાવાવ તાલુકાના તોરી ગામે ૩.૫ લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સબ સેન્ટર દવાખાનાનું કૌશિકભાઈ વેકરીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ સબ સેન્ટરનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દવાખાનું તોરી અને આસપાસના ગામોના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ માટે એક મહત્વપૂર્ણ સુવિધા પૂરી પાડશે. આ પ્રસંગે તાલુકાના અગ્રણી આગેવાનો વસાણીભાઈ, આશીષભાઈ, યોગેશભાઈ, રામપુરના સરપંચ પૂનાભાઈ, બાલુભાઈ હીરપરા, નવીનભાઈ વેકરીયા, રવિયા જયરાજભાઈ ગોંડલીયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.