અમરેલી શહેરમાં આવેલા હીરા માર્કેટની નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ મુલાકાત લીધી હતી. દરેક વેપારીઓ, દલાલ ભાઈઓ તથા બહારથી ખરીદી કરવા આવનાર તમામ વેપારીઓ અને દરેક ઓફિસની શુભેચ્છા મુલાકાત કરી હતી. વેપારીઓએ ખૂબ જ ઉત્સાહભેર કૌશિકભાઈનું સ્વાગત કર્યું હતું. આ તકે, હીરા માર્કેટના પ્રમુખ પ્રકાશભાઈ કાબરીયા, ઓમ શાંતિ ભગત મુકેશભાઈ રાદડિયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, શહેર ભાજપ મહામંત્રી રાકેશભાઈ સાવલિયા, નગરપાલિકાના સભ્ય અશ્વિનભાઈ વાઢેર ભાજપ ઉપપ્રમુખ રાજનભાઈ રામાણી તેમજ સંજયભાઈ રામાણી પણ હાજર રહ્યા હતા.