રાજુલાના કોવાયા ગામ પાસે આવેલી દ્વારકા કોલોનીમાં ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી હતી. કોલોનીના કંપાઉન્ડમાં રાખેલા ટેબલ પરથી અજાણ્યો શખ્સ આશરે ૧૮,૦૦૦ રૂપિયાની કિંમતનો કિંમતી મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે મૂળ મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના અને હાલ કોવાયા દ્વારકા કોલોનીમાં રહેતા સુનીલકુમાર હરિગોવિંદસિહ (ઉ.વ.૨૮) એ જાહેર કર્યા મુજબ, તારીખ ૦૪/૦૩/૨૦૨૬ ના રોજ સવારના ૧૦ઃ૩૦ થી બપોરના ૩ઃ૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. તેમણે પોતાનો રૂ. ૧૮,૦૦૦નો મોબાઈલ ફોન કોલોનીની બહાર કંપાઉન્ડમાં એક ટેબલ પર રાખ્યો હતો. આ સમય દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ નજર ચૂકવીને મોબાઈલ લઈ રફુચક્કર થઈ ગયો હતો.










































