ગુજરાત વિધાનસભામાં હાલ પ્રશ્નોતરી કાળ ચાલી રહ્યો છે. બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં આજે ઠાકોર અને કોળી સમાજના વિકાસ માટે અપાતી લોનનો મુદ્દો ગાજ્યો હતો. ઠાકોર સમાજના અગ્રણી નેતાઓ અને ધારાસભ્યો દ્વારા પ્રોપર્ટી કાર્ડ પર બોજા પાડ્યા વગર લોન આપવાની રજૂઆત કરવામાં આવી હતી, જેને રાજ્ય સરકારે હાલના તબક્કે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં આ મુદ્દે અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આક્રમક રીતે રજૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોરે સરકારનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના ઠાકોર-કોળી સમાજના લોકો જ્યારે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ પાસે નાની લોન માટે અરજી કરે છે, ત્યારે તેમને અનેક વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માત્ર ૧૦,૦૦૦ રૂપિયા જેવી નજીવી રકમની લોન લેવા માટે પણ લાભાર્થીએ પોતાની ૨ લાખ કે તેથી વધુની કિંમતની મિલકત (પ્રોપર્ટી કાર્ડ) પર સરકારનો બોજા નોંધાવવો પડે છે. આ પ્રક્રિયા અત્યંત જટિલ છે અને ગરીબ માણસ માટે પોતાની મિલકત ગીરો મૂકવા સમાન છે, જે અન્યાયી છે.
ગુજરાતના ધારાસભ્યોની આ રજૂઆત સામે રાજ્ય કક્ષાના મંત્રી મનીષા વકીલે સરકારનો પક્ષ રાખતા સ્પષ્ટ કર્યું હતું કે લોન આપવાની પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ હોવી જરૂરી છે. તેના જવાબમાં નિગમ પાસે આવતી તમામ લોન અરજીઓનો સમયસર નિકાલ કરવામાં આવે છે. કોઈપણ નાણાકીય સહાય કે લોન આપવા માટે જરૂરી કાગળો અને સુરક્ષા અનિવાર્ય છે. પ્રોપર્ટી કાર્ડ પર બોજા પાડવો જરૂરી છે, પરંતુ તે મિલકત લોન લેનારની પોતાની હોય તે જરૂરી નથી; જા કોઈ જામીનદાર (સાક્ષી) પોતાની પ્રોપર્ટી આપવા તૈયાર હોય તો તેના કાર્ડ પર પણ બોજા પાડીને લોન આપવામાં આવે છે. મનીષા વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા નિયમોનું પાલન કરવાની છે. લોન માટે જરૂરી સિક્્યુરિટી આપવી જ પડે છે.
અલ્પેશ ઠાકોરે ગૃહમાં સરકારને નમ્ર વિનંતી કરી હતી કે આ પ્રક્રિયામાં સુધારો કરી ગરીબલક્ષી નીતિ બનાવવામાં આવે, જેથી સામાન્ય માણસ બોજાની બીક વગર લોન લઈ શકે. જાકે, મંત્રીએ આ રજૂઆતને માત્ર એક ‘સૂચન’ તરીકે ગણાવી હતી અને ભવિષ્યમાં કોઈ ચોક્કસ ફેરફાર કરવાની ખાતરી આપવાનું ટાળ્યું હતું. આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું સરકાર આગામી સમયમાં પછાત વર્ગો માટે લોન પ્રક્રિયા સરળ બનાવશે કે પછી ‘બોજા’ની આ પ્રથા ચાલુ રહેશે?
નોંધનીય છે કે, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા કોળી-ઠાકોર સમુદાય માટે વિવિધ સ્વરોજગાર અને શૈક્ષણિક લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. વાર્ષિક આવક મર્યાદા ૩ લાખ સુધી છે. અરજીઓ ગુજરાત સરકારની વેબસાઇટ પરથી ઓનલાઇન કરી શકાય છે, જેમાં ટર્મ લોન, મહિલા સમૃદ્ધિ, માઇક્રો ફાઇનાન્સ, અને ન્યુ આકાંક્ષા શૈક્ષણિક લોન ઉપલબ્ધ છે.
આ લોન ઠાકોર અને કોળી તથા તે પૈકીની પેટાજાતિના અરજદારોને કે જેમની ઉંમર અરજીની તારીએ ૨૧ થી ૫૦ વર્ષની વચ્ચે હોય અને તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા રૂ. ૩ લાખ સુધીની રહેશે, જેમાં રૂ. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
આ લોન મેળવવા અરજદારે નીચે જણાવ્યા મુજબના દસ્તાવેજા આપવા જરૂરી છે. (૧) અરજદારના નામનો સક્ષમ અધિકારીશ્રીનો જાતિનો દાખલો. (૨) અરજદારના કુંટુંબની અગાઉના વર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીનો દાખલો. (૩) ઉંમરના પુરાવા તરીકે શાળા છોડયાનું પ્રમાણપત્ર અથવા મેડીકલ ઓફીસરનો દાખલો. (૪) રેશનકાર્ડ અને ચુંટણીકાર્ડની પ્રમાણિત નકલ. (૫) અનુભવના દાખલાની પ્રમાણિત નકલ. (૬) અરજદારની લોન કરતાં બમણી કિંમતની મીલકત ધરાવતાં બે જામીનદારો. (૭) રાષ્ટ્રીયકૃત બેંકના ૧૦ કોરા ચેક. (૮) અરજદાર અથવા જામીનદારની મીલકત ઉપર બોજા