૬ ડિસેમ્બરે, વિધાનસભા ચૂંટણીના સમયે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મુસ્લીસ્જદ ચર્ચાનો વિષય બન્યો હતો. બીજા દિવસે, ૭ ડિસેમ્બરે, કોલકાતામાં પાંચ લાખથી વધુ સનાતનીઓ ગીતા પાઠ માટે ભેગા થયા હતા, જેનાથી વાતાવરણ ભગવા થઈ ગયું હતું. કોલકાતાના પરેડ ગ્રાઉન્ડ પર ભેગા થયેલા હિન્દુઓએ સનાતન ધર્મની શક્તિનું પ્રદર્શન કર્યું હતું, ત્યારે આ કાર્યક્રમમાં હાજર રહેલા બાગેશ્વર ધામ સરકારે ફરી એકવાર ભગવા-એ-હિંદ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.કોલકાતામાં ગીતા પ્રચાર સમિતિના સમૂહ ગીતા પાઠ માટે દેશભરના સંતો અને મહાત્માઓ એકઠા થયા હતા, અને મોટી સંખ્યામાં હિન્દુઓએ પણ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. ભાજપનો દાવો છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ ગીતા પાઠ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેઓ હાજર રહ્યા ન હતા.જ્યારે સનાતન ધર્મ બંગાળમાં એક મજબૂત શક્તિ છે, ત્યારે બાબરી મુસ્લીસ્જદનો શિલાન્યાસ કરનાર મમતા બેનર્જીની પાર્ટીના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીર, હવે ખુલ્લેઆમ મમતા બેનર્જીનો સામનો કરી રહ્યા છે. ૬ ડિસેમ્બરે બાબરી મુસ્લીસ્જદનો શિલાન્યાસ કરનારા હુમાયુ કબીરે જાહેરાત કરી હતી કે તેઓ ૨૨ ડિસેમ્બરે એક નવી પાર્ટીની જાહેરાત કરશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણી અસદુદ્દીન ઓવૈસીના એઆઇએમઆઇએમ સાથે ગઠબંધનમાં લડશે.મુર્શિદાબાદમાં નવી બાબરી મુસ્લીસ્જદનું બાંધકામ હજુ શરૂ પણ થયું નથી, પરંતુ બંગાળ અને ઉત્તર પ્રદેશના લોકો હુમાયુના સમર્થનમાં મુર્શિદાબાદ આવી રહ્યા છે. ઈંટો લાવવામાં આવી રહી છે અને ઊઇ કોડ દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે. મુર્શિદાબાદમાં નવી બાબરી મુસ્લીસ્જદ માટે દસ લાખ ઈંટો એકઠી કરવામાં આવી છે. લગભગ ૩ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે. બાબરી મુસ્લીસ્જદને લઈને મુસ્લીસ્લમોના સમર્થનથી સસ્પેન્ડ કરાયેલા ટીએમસી ધારાસભ્ય ખુશ છે.મુર્શિદાબાદમાં, રામ મંદિરનો શિલાન્યાસ સમારોહ બાબરી મુસ્લીસ્જદના શિલાન્યાસ સમારોહના દિવસે જ યોજાયો હતો. મુર્શિદાબાદમાં, ભાજપના નેતા સખારોવ સરકારે અયોધ્યામાં રામ લલ્લા મંદિરની જેમ નવા મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહ કર્યો હતો. રામ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. બહેરામપુરમાં આ મંદિર ખૂબ મોટું હશે અને તેમાં એક હોસ્પીસ્પટલ અને એક શાળાનો સમાવેશ થશે.










































