અમરેલી જિલ્લામાં કોરોના વાયરસ પ્રસરતો અટકાવવા માટે તા. ૧-ડિસે. થી ૧૦-ડિસે. સુધી જાહેરનામું બહાર પાડી વિવિધ નિયમો અમલી બનાવવામાં આવ્યા છે. જેમાં જીમ ૭પ% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.પી.ઓ.ને આધિન ચાલુ રાખી શકાશે. લગ્નમાં ૪૦૦ વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અંતિમક્રિયા કે દફનવિધિમાં ૧૦૦ વ્યક્તિઓ જ સામેલ થઇ શકશે. ધો. ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસિસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ પ૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.પી.ઓ. સાથે ચાલુ રાખી શકાશે.
સરકારી તથા ખાનગી નોન એ.સી. બસો ૧૦૦% ક્ષમતા સાથે, જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭પ% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવી છે.
બીજી તરફ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ અંગે પણ સૂચનાઓ આપવામાં આવી છે. જણાવ્યું છે કે, તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પૂર્વવત ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી
કરવામાં આવશે.