સિંધી સમાજના શિરોમણી રૂપી સંત અમ્મા સાહેબના ૨૫મા વર્સી ઉત્સવનું આયોજન તેમના મૂળ સ્થાને કોડીનાર શહેરમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે અમ્મા સાહેબના જ્યોત સ્વરૂપ સલ્લુ દીદીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અમદાવાદથી ખાસ પધારેલા કવિતાબેન જીવનાણીના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. હવે શબવાહિની વસાવવાનો પણ નિર્ધાર કરવામાં આવેલ છે. આ સેવા કાર્યમાં જે દાતાઓ તરફથી રૂપિયા ૫,૦૦૦ કે તેથી વધુ રકમ દાન પેટે આપવામાં આવશે, તો તેમનું નામ શબવાહિનીના દાતાઓની યાદીમાં લખવામાં આવશે. આ કાર્યમાં સ્વેચ્છાએ સહભાગી થવા ઈચ્છતા તથા વધુ જાણકારી મેળવવા રમેશભાઈ બજાજ (મો.નં. ૯૮૨૪૧૭૪૪૭૪)નો સંપર્ક કરવા કનૈયાલાલ દેવાણીની યાદીમાં જણાવાયું છે.