કોડીનાર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રેહાનભાઇ મહમદભાઇ જુણેજા ઉવ.૩૦ રહે,કોડીનાર જીન પ્લોટ વાળાએ રજુઆત કરેલ કે,પોતાના ઘરેથી બસ સ્ટેશન જવા નિકળેલ તે દરમ્યાન પોતાનું સોના ચાંદીના દાગીના ભરેલ બે પાકીટ રસ્તામાં ક્યાંક પડી ગયા હતા. તેમણે પોલીસ મદદ માંગતા તાત્કાલીક અસરથી ટીમ વર્ક કરી તેમનું ખોવાઈ ગયેલ કે, પડી ગયેલ કે,ગુમ થયેલ બે પાકીટ જેમાં સોનાના એરીંગ ૧૦ ગ્રામના નંગ-૦૨,તથા સોનાની વીંટી ૦૩ ગ્રામની નંગ-૦૧ તથા ચાંદીના સડા નંગ-૦૨ તથા ચાંદીની વીંટી નંગ-૦૧ આશરે કિ.રૂ.૧,૦૦,૦૦૦ શોધી કાઢી બન્ને પાકીટ જે તે સ્થિતિમાં મૂળ માલિકને પરત સોંપી પ્રશંસનીય કામગીરી કરી હતી.