ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો વિરુધ્ધ પોલીસ ઝુંબેશ અંતર્ગત કોડીનાર પોલીસે બાતમીના આધારે ૨૧,૦૦૦ની કિંમતનું ભેળસેળયુક્ત ઘી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઇકાલે પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, ઉનાથી કોડીનાર તરફ આવતી એક બોલેરો પીકઅપમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં શંકાસ્પદ ઘીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે ય્ત્ન-૧૧-ઢ-૩૦૫૦ નંબરની બોલેરો ગાડી અટકાવી તપાસ કરતા તેમાંથી ૧૫ કિલોના ૦૭ નંગ ઘીના ડબ્બા મળી આવ્યા હતા. આ જથ્થો શંકાસ્પદ જણાતા તુરંત ફૂડ સેફ્ટી ઓફિસરને સ્થળ પર બોલાવ્યા હતા. ફૂડ ઓફિસર દ્વારા તપાસ બાદ અંદાજે ૧૦૫ કિલોગ્રામ (કિંમત રૂ. ૨૧,૦૦૦/-) બિનઆરોગ્યપ્રદ ઘીના નમૂના લઈ જથ્થો જપ્ત કર્યો હતો.










































