કોડીનાર નાગરિક સહકારી બેંકની ૭૪મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં ચેરમેન ગિરીશભાઈ અધ્યારુના અધ્યક્ષ સ્થાને સફળતાપૂર્વક સંપન્ન થઈ. સભાની શરૂઆતમાં, દિવંગત ચેરમેન ચંદ્રકાંતભાઈ જાની, ડાયરેક્ટર અશોકભાઈ ગંગદેવ અને રમણીલાલ શાહ, કર્મચારી નિરૂપણ એન. શાહ અને સભાસદોના અવસાન અંગે શોક ઠરાવ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ચેરમેન ગિરીશભાઈ અધ્યારુએ જણાવ્યું કે બેંકે રૂ.૧૦૦ કરોડથી વધુ થાપણો જાળવી રાખી સભાસદોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. ડોળાસા ખાતે ત્રીજી શાખા શરૂ.