કોડીનાર તાલુકાના ડોળાસા ગામના નવાપરા વિસ્તારમાં આવેલા ભરતભાઈ બી. રાઠોડના ડેલામાંથી એક દીપડાને પાંજરે પુર્યો હતો. હજુ બે દીપડા અહી હોવાનું આ જગ્યાના માલિકે જણાવ્યું હતું. હાલના સમયમાં ડોળાસા વિસ્તારના અડવી, બોડીદર, સોનપરા, ફાફણી, માલગામ, પાંચ પીપળવા, કાણકિયા, વેળવા વિગેરે ગામોમાં રાની પશુઓએ ધામા નાખ્યા છે. અને હવે તો ગામમાં ઘૂસી મારણ કરવા લાગ્યા છે. તેમાંય કાણકિયા ગામે એક વૃદ્ધાને જંગલી જાનવરે ફાડી ખાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ડોળાસા ગામના નવાપરા વિસ્તારમાં ભરતભાઈ ભગવાનભાઈ રાઠોડના ઢોરવાડામાંથી એક દીપડાને પાંજરે પુર્યો હતો.
આ જગ્યાના માલિક મુજબ, હજુ બે દીપડા આ ડેલામાં છે. આ રહેણાંકી વિસ્તાર હોય લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. દીપડાને પાંજરે પુરવામાં ફોરેસ્ટ વિભાગના સોલંકી મહેશભાઈ પરમાર, મનદીપભાઈ મોરી, જીતેશભાઈ મોરીએ જહેમત ઉઠાવી હતી.