અમરેલી વિભાગના કોડીનાર ડેપો દ્વારા સંચાલિત ઊના-જૂનાગઢ વાયા વેરાવળ બસ સેવા સ્ટાફની અછતને કારણે બંધ હતી. હવે કોડીનાર ડેપોમાં કંડક્ટરની ખાલી જગ્યાઓ ભરાઈ જતાં, વિભાગીય નિયામક સોલંકીના આદેશથી કોડીનાર તાલુકાની જનતાની માંગણી મુજબ આ બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. આ બસ કોડીનારથી તાલાળા, સાસણ અને મેંદરડા થઈને જૂનાગઢ સુધી જશે. બસના સમયપત્રક અનુસાર કોડીનારથી બસ સાંજે ૪ઃ૦૦ વાગ્યે ઉપડીને પ્રાચી, તાલાળા, સાસણ અને મેંદરડા થઈને સાંજે ૭ઃ૩૦ વાગ્યે જૂનાગઢ પહોંચશે. જ્યારે જૂનાગઢથી આ બસ બીજા દિવસે સવારે ૬ઃ૧૦ વાગ્યે ઉપડી એ જ રૂટ પરથી સવારે ૧૦ઃ૪૫ વાગ્યે ઊના પહોંચશે. આ બસ સેવા શરૂ થવાથી કોડીનારથી તાલાળા તરફ જવા માટે બપોર પછી કોઈ બસ ન મળવાની સમસ્યાનો અંત આવ્યો છે, જે મુસાફરો માટે મોટીરાહતરૂપ છે.