ગુજરાત સરકારની પૂર્ણા યોજના અંતર્ગત કોડીનાર ઘટક-૧ અને ૨ ના તમામ સેજાઓની પૂર્ણા સખી અને સહસખીઓને પૂર્ણા મોડ્‌યુલની તાલીમ આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરની સૂચના અનુસાર આ તાલીમનું આયોજન ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. કોડીનાર ઘટકના કુલ ૯ સેજાઓમાં આયોજિત આ તાલીમમાં વિવિધ તજજ્ઞો, સીડીપીઓ, મુખ્ય સેવિકા અને અન્ય વિભાગોના અધિકારીઓએ પૂર્ણા સખી-સહસખી મોડ્‌યુલની વિસ્તૃત જાણકારી આપી હતી. તાલીમમાં સખી-સહસખીના માપદંડો, તેમની ભૂમિકા અને મોડ્‌યુલમાં સમાવિષ્ટ તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ તાલીમમાં અંદાજે ૨૧૫ સખી અને સહસખીઓએ ભાગ લીધો હતો. કોડીનાર ઘટક-૧ ના બાળ વિકાસ યોજના અધિકારી મંજુલાબેન મોરી અને કોડીનાર ઘટક-૨ ના સીડીપીઓ પુષ્પાબેન પરમારે પરસ્પર સંકલનથી અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આ તાલીમનું સફળ આયોજન કર્યું હતું.