કોડીનાર લાડી લોહાણા સમાજ દ્વારા ઈષ્ટદેવ ઝુલેલાલના જન્મોત્સવ ‘ચેટીચાંદ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દિવસની શરૂઆત મંદિર ખાતે ધ્વજારોહણ, ભજન-કીર્તન અને પારંપરિક સિંધી છેજ (દાંડિયા) દ્વારા થઈ હતી, જેમાં સમાજની સાંસ્કૃતિક ધરોહર જોવા મળી હતી. બપોરે ભંડારામાં સૌએ પ્રસાદ લીધા બાદ સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જે સિંધી સોસાયટીથી મૂળદ્વારકા સુધી પહોંચી હતી. ત્યાં દરિયામાં જ્યોત પ્રવાહિત કરી ઈષ્ટદેવની આરાધના કરવામાં આવી હતી.