કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામના ખેડૂતોએ નેશનલ હાઈવે પર ચાલી રહેલા ડિમોલેશનને તાત્કાલિક અટકાવવા માટે શુક્રવારે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગના સેન્ટરથી ૧૫-૧૫ મીટરની ત્રિજ્યાની બહાર ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને નાયબ કલેક્ટર, ઉના દ્વારા અગાઉ આપવામાં આવેલી લેખિત અને મૌખિક બાંહેધરીનો ભંગ છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, દેવળી ગામની સીમમાં ૧૫-૧૫ મીટરની ત્રિજ્યામાં રોડ બનાવવામાં આવ્યા બાદ ખેડૂતોને ખાતરી આપવામાં આવી હતી કે તેમની વધારાની જમીનની હવે જરૂર નથી. તેમ છતાં, ગઈકાલે, ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ, પ્રાંત અધિકારી દ્વારા અચાનક ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ પ્રાંત અધિકારીના વર્તન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો આમ કરવામાં નહીં આવે અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાશે.