ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના આલીદ્રા ગામના રહીશ, વાળા પ્રવીણભાઈ વિરજીભાઈ, જેમનો પુત્ર વાળા જેમીન પ્રવીણભાઈ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખંભાળા ગામ સ્કૂલ ઓફ સાયન્સ (ર્જીંજી) નામે ઓળખાતી સંસ્થામાં છેલ્લા પાંચ વર્ષથી અભ્યાસ કરે છે. હાલમાં જેમીન ધોરણ ૧૨ સાયન્સમાં ભણતો હતો. બનાવની વિગત મુજબ ગત તા-૦૯/૦૩/૨૦૨૫ રાત્રીના સમયે ૧૨ વાગ્યા આસપાસ તેની સાથે અભ્યાસ કરતા સહપાઠીઓએ તેમને રૂમમાં બોલાવીને સાત થી આઠ વિદ્યાર્થીઓએ તેને
આભાર – નિહારીકા રવિયા નિર્વસ્ત્ર કરી અમાનુષી રીતે પટ્ટા વડે અને ઢીકાપાટુ વડે જાનવરની જેમ ઢોર માર માર્યો હતો. બનાવ અંગે શાળા મેનેજમેન્ટ તથા ટ્રસ્ટી ગણ સ્ટાફ તરફથી એવું કહેવામાં આવેલ કે આ ઘટનાની કોઈને વાત કરવી નહિ કે વાલીને ફોન પણ કરવો નહિ. ધોરણ ૧૨ની પરીક્ષા પૂર્ણ થતા જેમીને તેના પિતાને જાણ કરેલ, પરંતુ મેનેજમેન્ટ કે ટ્રસ્ટી તરફથી વાલીને કોઈ જાણ કરવામાં આવી
નહોતી. જેથી કોડીનાર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સ્કૂલ ઓફ સાયન્સ સામે પગલાં ભરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.