હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૬મી જન્મ જયંતી નિમિત્તે કોડીનાર શિવસેના દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ રાજુભાઈ બાંભણિયાની આગેવાનીમાં શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલહાર કરી ભાવવંદના કરવામાં આવી હતી. આ પ્રસંગે ‘જય ભવાની, જય શિવાજી’ના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. કાર્યક્રમમાં નાગજીભાઈ ભાલીયા, રમેશભાઈ પરમાર અને ગોપાલભાઈ કામળીયા સહિતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં શિવસૈનિકોએ શૌર્ય અને રાષ્ટ્રભક્તિના પ્રતીક સમાન મહારાજને યાદ કર્યા હતા.








































