કોડીનાર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ઘર-ઘર સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તારીખ ૧૩ ડિસેમ્બર ૨૦૨૫થી ૪ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલનારા આ અભિયાનમાં ૨૪ ટુકડીઓ અને ૧૬૦થી વધુ સ્વયંસેવકો દ્વારા નગરની છ વસ્તીના ૮,૬૯૦થી વધુ ઘરોમાં સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. પત્રિકા, પુસ્તક અને સંવાદના માધ્યમથી સમાજ સાથે સીધો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. નગરમાં અભિયાનને સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું સંઘના નગર કાર્યવાહ રાજેશ સોલંકીએ જણાવ્યું હતું.