આગામી રમજાન ઈદ, ચેટીચાંદ તેમજ રામનવમીના તહેવારોને અનુલક્ષીને કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એમ. કે. વણારકાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કોડીનાર શહેરના હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શાંતિ સમિતિની બેઠકમાં કોડીનાર ના અગ્રણી હરિ કાકા વિઠલાની, ચંદુભાઈ આશર, શિવસે નાના રાજુભાઈ, રામભાઈ વાઢેર, જે.કે. મેર, નરેશ ડાભી, ભવાની યુવક મંડળના કાળુભાઈ તેમજ મુસ્લિમ સમાજના જિશાનભાઈ નકવી, રફિકભાઈ જુણેજા, યુસુફભાઈ બૈરુની સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા.










































