સોમનાથ ખાતે યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત વાલીબાલ સ્પર્ધામાં કોડીનારની DLSS સોમનાથ એકેડેમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અંડર-૧૭ અને ઓપન ભાઈઓ કેટેગરીમાં મેદાન મારી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધામાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અનેક શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં કોડીનારના ખેલાડીઓએ બાજી મારી હતી. આ સ્પર્ધામાં DLSS સોમનાથ એકેડેમીના ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કરીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. અંડર-૧૭ એજ ગ્રુપ અને ઓપન એજ ગ્રુપ બંનેમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બતાવીને જીત હાંસલ કરી હતી. આ સિદ્ધિ બદલ ખેલાડીઓએ સોમનાથ એકેડેમી કોડીનાર તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સફળતા બદલ સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા સાહેબ, સ્પોટ્‌ર્સ ડાયરેક્ટર સંજયભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કૃણાલભાઈ સોલંકી, DLSS મેનેજર રણજીતભાઈ દાહીમા, વાલીબાલ કોચ ગીતાબેન વાળા, વાલીબાલ ટ્રેનર હેતલબેન ઝાલા તથા સમગ્ર DLSS વિભાગ અને સોમનાથ એકેડેમી શાળા પરિવારે વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.