આ વર્ષે ૧૩ થી ૧૮-ઓક્ટોબર દરમિયાન વલસાડ ખાતે ૬૯મી રાજ્યકક્ષાની ભાઈઓ અને બહેનોની અં-૧૪, અં- ૧૭ કુસ્તી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં કોડીનારની ડીએલએસએસ સોમનાથ એકેડેમીના કુસ્તીની ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો અને ઉમદા પ્રદર્શન કર્યું હતું. જેમાં અં-૧૭ બહેનોમાં ડાભી હેમાંગી ૪૦ કેજી બ્રોન્ઝ મેડલ, ઘરસંડા પ્રતિક્ષા ૪૬ કેજી બ્રોન્ઝ મેડલ, રાઠોડ કોમલ ૪૯ કેજી સિલ્વર મેડલ, તિવારી લક્ષ્મી ૫૩ કેજી સિલ્વર મેડલ, સોલંકી રિદ્ધિ ૫૭ કેજી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે અં-૧૪ બહેનોમાં વાળા પ્રગતિ ગોલ્ડ મેડલ, વાઝા રિદ્ધિ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.