ગુજરાત સરકારના રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત “સંસ્કૃત સન્માન સમારોહ”માં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું નામ રાજ્યભરમાં ગુંજ્યું છે. કોડીનારના રાયસિંગ ઝાલાની પ્રતિભાશાળી પુત્રીએ સૌથી નાની વયે પ્રતિષ્ઠિત “શતસુભાષિતપંડિત” એવોર્ડ પ્રાપ્ત કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. લોકભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે દીકરીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાંતકુમાર સેનાપતિ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ ઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.