કોડીનાર નગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ રમતગમત ક્ષેત્રે રાજ્ય કક્ષાએ ડંકો વગાડી શાળા અને સમગ્ર તાલુકાનું નામ રોશન કર્યું છે. આણંદ મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની અંડર-૧૭ વુશુ સ્પર્ધામાં શાળાની બે તેજસ્વી દીકરીઓએ પોતાની શ્રેષ્ઠ રમત બતાવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધામાં મોરી શ્રીબેન કિરીટભાઈએ ૬૫ કિલો વજન કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
તે જ રીતે, ગોસ્વામી અક્ષરાબેને અંડર-૧૭ વુશુ સ્પર્ધાની ૫૬ કિલો વજન કેટેગરીમાં પ્રતિસ્પર્ધીઓને મ્હાત આપી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.









































