‘સંસ્કાર ભારતી, ગીર સોમનાથ’ દ્વારા કોડીનારની જવાહર નવોદય વિદ્યાલયમાં આચાર્ય ભરતમુનિની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય એસ. વી. પાટીલ દ્વારા ‘જીવનમાં કલાની ઉપયોગીતા’ વિશે પ્રવચન આપવામાં આવ્યું. સંગીત શિક્ષક જીગ્નેશ ગોંડલીયા અને અરવિંદ ગોસ્વામીએ આચાર્ય ભરતમુનિના જીવન વિશે અને એમના ગ્રંથ ‘નાટ્યશાસ્ત્ર’ વિશે માહિતી આપી. સંગીત શિક્ષક સંજય ગોઢણીયા અને વિદ્યાર્થીઓએ નૃત્ય સંગીત અને પોતાની કલા દ્વારા આચાર્ય ભરતમુનિને અંજલી આપી હતી. શિક્ષક જિગ્નેશભાઈ ગોંડલીયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. સંસ્કાર ભારતી ગીર સોમનાથ તરફથી સુરુભાઈ જાડેજા અને હેતલબેન ચાંદેગરા તેમજ દરેક કાર્યકરોએ કામગીરી બિરદાવી હતી.








































