કોડીનાર પોલીસને મળેલી બાતમીના આધારે, ગોહિલની ખાણ ગામના રસ્તે એક વાડી વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન, પોલીસે જુગાર રમતા ૧૦ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્‌યા હતા. પોલીસે આ આરોપીઓ પાસેથી કુલ રૂ. ૧,૫૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં ભગવાનભાઈ દેવાયતભાઈ ભીલ, યોગેશભાઈ ભીખાભાઈ કામળિયા, ગીગાભાઈ વીરાભાઈ બારૈયા, વિજયભાઈ ધીરુભાઈ ચુડાસમા, દાઉદભાઈ ભીખુભાઈ હાલાઈ, મનુભાઈ જોધાભાઈ મકવાણા, શકીલ અબ્બાસ મોહમ્મદ અલી નકવી, અલ્લારખાભાઈ રહીમભાઈ મન્સૂરી, બસીરભાઈ સતારભાઈ મન્સૂરી અને રામસિંગભાઈ મેરૂભાઈ ભીલનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ કોડીનારના રહેવાસી છે.