કોડીનાર પંથકમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે ફરી એકવાર કોડીનાર પંથકનો હાઈ-વે રક્તરંજીત બન્યો છે. જેમાં મુળ દ્વારકા રોડ પર છકડો રીક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં રીક્ષાચાલકનું કરૂણ મોત થયુ હતુ. મુળ દ્વારકાના પ્રતાપભાઈ રામભાઈ વાળાની વાડી પાસે સામેથી આવતી કાર રીક્ષાને હડફેટે લીધી હતી. જેથી રીક્ષાચાલક દેવદાસભાઈ રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેથી દેવદાસભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખેસડવામાં આવતા રીક્ષાચાલક દેવદાસભાઈનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ ઘટનાની જાણ થતા પોલીસે અકસ્માતનો ગૂનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.