કોડીનાર તાલુકાના ફાફણી ગામના પાંચ યુવાનો ગત વર્ષે અગ્નીવિરની ભરતીમાં પસંદગી પામ્યા હતા. આ પાંચેય યુવાનોએ તેની આકરી તાલીમ પૂર્ણ કરી વતન પરત આવતા ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ડોળાસા નજીકના નાની અને મોટી ફાફણી ગામો સાંગાવાડી નદીના બંને કિનારે વસેલા ગામો છે. બન્ને ગામોની જૂથ ગ્રામ પંચાયત છે. આ ગામના પાંચ યુવાનો અગ્નીવિરમાં જોડાયા બાદ લખનૌ, બેંગલોર અને સિકંદરાબાદ ખાતે તાલીમ પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા. તેમનું સ્વાગત કરવા માટે બંને ગામોના લોકો ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે એક વિશાળ રેલી નીકળી હતી, જે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ફાફણી ગામના ૨૫થી વધુ યુવાનો સરહદ ઉપર દેશની રક્ષા કરી રહ્યા છે. જેમાં વધુ આ પાંચ યુવાનો વાજા હાર્દિક મેઘાભાઈ, વાળા કૈલાશ નારણભાઈ, બાંભણીયા જીગર જગુભાઈ, પરમાર હાર્દિક દુદભાઈ અને ચડાસમાં અલ્પેશભાઈ વરજાંગભાઈનો સમાવેશ થાય છે.