પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત કોડીનાર તાલુકાના પણાદર પ્રાથમિક આરોગ્ય સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ખાનગી હોસ્પિટલના સ્ત્રીરોગ નિષ્ણાત ડો.શ્વેતા દ્વારા સગર્ભા મહિલાઓની જરૂરી તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં મૂળદ્વારકા, પણાદર, છારા, કડોદરા, દામલી સહિતના ગામોમાંથી ૬૨ જેટલી સગર્ભા મહિલાઓને સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસ, નિયમિત ચેકઅપ સાથે જરૂરી દવાઓ અને માતૃત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.