કોડીનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં સોમવારે વહેલી સવારથી બપોરના ત્રણ વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે. ડોળાસાની બજારમાં પાણીનો ભરાવો થયો હતો. વહેલી સવારના ચાર વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો, જે સાંજના ત્રણ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ દરમ્યાન ૩૦ મી.મી. વરસાદ નોંધાયો છે. ડોળાસા વિસ્તારના અનેક ખેડૂતોએ માવઠાના પાંચ ઇંચ વરસાદમાં મગફળીનું વાવેતર કરી દીધું હતું. સમયસર વરસાદ આવી જતાં મગફળીના પાકને જીવતદાન મળ્યું છે. ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જુવે છે.