ગીર સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામે ચાર ઇસમો સામે બિલ્ડીંગ લાઈમસ્ટોનની ખનીજ ચોરી કરવા બદલ જડબેસલાક કાર્યવાહી કરી છે. આ ચારેય શખ્સોની અલગ અલગ સર્વે નંબરવાળી જમીનમાંથી કુલ ૧૪,૯૩,૧૨૬ મેટ્રિક ટન ખનીજ કાઢવા બદલ રૂ.૭૫.૨૩ કરોડનો દંડ ફટકારતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આમ, ૧૪,૯૩,૧૨૬ મેટ્રિક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી માટે કુલ રૂ. ૭૫.૨૩ કરોડની દંડની રકમ વસૂલવા બાબતે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીરકાંઠા વિસ્તારોમાંથી છેલ્લા બે દાયકા દરમિયાન અબજો રૂપિયાની ખનીજ ચોરી થઈ હોવાનું અને આ વિસ્તારના તમામ ખાડાઓ માપવા માટે ભૂતકાળમાં અનેક વખત આ અંગે કાર્યવાહી કરવા સરકાર સમક્ષ માગણી કરી હતી.