ક્રાંતિભૂમિ કોડીનાર નગરમાં ગાયત્રી મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આહ્વાન ‘એક હિન્દુ શ્રેષ્ઠ હિન્દુ’ અંતર્ગત એક ઐતિહાસિક વિરાટ હિન્દુ સંમેલન યોજાઈ ગયું. કોડીનાર નગરમાં પ્રબુદ્ધ વર્ગ દ્વારા આયોજિત આ પ્રથમ હિન્દુ સંમેલનમાં સમગ્ર વિસ્તારના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ગાયત્રી મંદિર હોલ ખાતે સનાતન સંસ્કૃતિ અનુસાર આયોજિત આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બાલુભાઇ જાદવ બિરાજમાન હતા. મુખ્ય અતિથિ વિશેષ તરીકે કરશનદાસ બાપુ ઉપવાસી, બિલેશ્વર મહાદેવ મંદિરના મહારાજ, પૂજારી ઉદયબાપુ અને ભાવેશબાપુ ઉપસ્થિત રહ્યા હતા. વક્તા તરીકે વાનપ્રસ્થ વિસ્તારક નરશીભાઈએ હાજરી આપી હતી.








































