એસટી વિભાગ દ્વારા વર્ષ ૨૦૦૨માં શરૂ થયેલ કોડીનાર-અંબાજી બસ સેવા છ મહીનાના સંચાલન બાદ બંધ કરવામાં આવી હતી. આ બસ સેવા ફરીથી શરૂ કરવા માટે અવારનવાર માંગણી કરવામાં આવતી હતી. પણ દરેક વખતે અમરેલી એસ.ટી વિભાગ દ્વારા સ્ટાફ શોર્ટેઝનું કારણ આપવામાં આવતું હતું.
એસ.ટી નિગમે અનેક વખત સ્ટાફની ભરતી કરવા છતાં પણ આ બસ સેવા શરૂ કરી નથી. હાલમાં સરકાર દ્વારા અંબાજી, સુન્ધામાતા, માતાનો મઢ, સોમનાથ, સાળંગપુર, બગદાણા, ભગુડા,પાવાગઢ જેવા યાત્રાધામો જવા માટે વિવિધ વિભાગોમાંથી અંદાજીત પચાસેક જેટલા નવા બસ રૂટો શરૂ કર્યા છે ત્યારે કોડીનારથી અંબાજીની બસ સેવા પ્રાચી સોમનાથ, જુનાગઢ ,વિરપુર, ચોટીલા, બહુચરાજી, ઊંઝા, ઊનાવા જેવા નવ યાત્રાધામો ને એક જ રૂટમાં જોડી શકે તેમ હોય આ બાબતે પુન વિચારણા કરવા માંગ કરાઈ છે.