ધારીના કોઠા પીપરીયા ગામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને માથામાં પાઈપનો ઘા મારી મુંઢમાર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે કોઠા પીપરીયા ગામે રહેતા વિવેકભાઈ રાજેશભાઈ બોરીયા (ઉ.વ.૨૧)એ ધારીના ડાંગાવદર ગામે રહેતા અભય બાવાજી તથા એક અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીને તેમની ઉપર શંકા હોય કે તેમણે તેના વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે બાબતનું મનદુઃખ રાખી તેમને કોઠા પીપરીયા ગામના રેલવે ફાટકના ઢાળ પાસે સાદ પાડી ઉભો રાખ્યો હતો. મોટરસાયકલમાંથી પાઇપ કાઢી તેમને માથાના ભાગે એક ઘા તથા પડખાના ભાગે એક ઘા તથા વાંસાના ભાગે એક ઘા માર્યો હતો. તેમજ જેમ ફાવે તેમ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.