બાબરા તાલુકાના રાજકોટ-ભાવનગર રોડ પર કોટડા પીઠા અને ઉંટવડ ગામની વચ્ચે આવેલા શીતળા માતાજીના મંદિર ખાતે શીતળા સાતમની ઉજવણી આસ્થા અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આસપાસના ગામો જેવા કે કોટડા પીઠા, ઉંટવડ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો શીતળા માતાજીના મંદિરે ઉમટી પડ્‌યા હતા. ભક્તોએ માતાજીને કુલર, ચુંદડી અને શ્રીફળ અર્પણ કરી દર્શન કર્યા હતા.