બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. ગામના મુખ્ય રામજી મંદિર, જલારામ મંદિર, સ્વામિનારાયણ મંદિર અને અન્ય રામજી મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્‌યા હતા. રાત્રીના બારના ટકોરે, સમગ્ર વાતાવરણ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ અને ‘જય રણછોડ, માખણચોર’ના નાદથી ગુંજી ઉઠ્‌યું હતું. આ સમયે ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી, જેનાથી ઉત્સવનો માહોલ વધુ આનંદમય બન્યો હતો. સર્વત્ર ભક્તિમય વાતાવરણમાં ભક્તજનોએ કૃષ્ણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ અનોખા જન્મોત્સવમાં નાનાથી લઈને મોટા સુધી સૌએ ભાગ લઈને પર્વની ઉજવણી કરી હતી.